કેન્દ્રીય ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ રાજયમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ ગુજરાતની એક દિવસની મુલાકાત લીધી હતી. તેઓએે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક કરી હતી. જેમાં નાગરિક પુરવઠા વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતો. આ બેઠક બાદ સાધ્વી નિરંજન જ્યોતિએ ક્યું કે ગુજરાતમાં પીએમ આવાસ યોજના અન્વયે ગ્રામીણ વિસ્તારોમાં સારું કામ થયું છે, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં દેશભરમાંથી લોકો રોજીરોટી માટે આવે છે, એક દેશ, એક રેશનકાર્ડ થકી સૌને અનાજનો યોગ્ય પુરવઠો મળી રહે તે માટે તંત્ર કાર્ય કરશે, ગુજરાતનાં તમામ જિલ્લામાં એફસીઆઈનાં ગોદામો બનાવવામાં આવશે.
આ અગાઉ કેન્દ્રિય પ્રધાન નિરંજન જ્યોતિએ અમદાવાદમાં એનેક્ષી સર્કિટ હાઉસ ખાતે ફૂડ કોર્પોરેશનનાં અધિકારીઓ, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન તેમજ ફૂડ કંટ્રોલર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠમાં તેમણે લાભાર્થીઓને નિયમિત રાશન અનાજનો પુરવઠો મળી રહે તે માટે તકેદારી રાખવા કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ ક્યાણ અન્ન યોજના અંતર્ગત આપવામાં આવતું અનાજ ચોખ્ખું હોવું જરૂરી છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેમણે સીડબલ્યુસી એટલે કે સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનનાં અધિકારીઓ સાથે ગુજરાતમાં ગોડાઉનની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.