કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તહેવારોની ઉજવણીને છૂટછાટ આપવામાં આવી છે. કોરોનાના કેસો ઘટી રહ્યાં છે ત્યારે જામનગરના સામાજિક કાર્યકર અને કોંગ્રેસ અગ્રણી એ.કે. મહેતા દ્વારા કોરોનાના કેસો ઘટતાં રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી માસ્કમાંથી મુક્તિ આપવા માંગણી કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અરજદાર અરવિંદ કે. મહેતાની તા. 23 સપ્ટેમ્બરની અરજીથી માસ્કમાંથી મુક્તિ આપવાની મુખ્યમંત્રીને કરેલ રજૂઆતને ધ્યાને લઇ નાયબ સચિવ દ્વારા આ રજૂઆત સંબંધે યોગ્ય કાર્યવાહી કરવા અધિક મુખ્ય સચિવને જાણ કરી છે.