જામનગર શહેરમાં એસ ટી બસ સ્ટેન્ડ પાસે વેપારનો ખાર રાખી ત્રણ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ ટી ડેપોમાં દુકાન ધરાવતા વિજયસિંહ રાઠોડની દુકાન સારી ચાલતી હતી અને રૂષિરાજસિંહની દુકાનમાં સારી ન ચાલતી હોવાથી આ બાબતે ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે રૂષિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ, અભિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ અને એક અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ વિજયસિંહને આંતરીને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ આર.કે. ગુસાઈ તથા સ્ટાફે હોસ્પિટલમાં પહોંચી જઈ યુવાનનું નિવેદન નોંધી ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધંધા ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો
જામનગરના બસ સ્ટેન્ડમાં સારો વેપાર કરતા યુવાનને લમધાર્યો : પાઈપ વડે હુમલો કરી ધમકી આપી