Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામનગરમાં 8 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા 47 પૈસાનો વધારો

જામનગરમાં 8 દિવસમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા 47 પૈસાનો વધારો

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો

- Advertisement -

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જામનગરમાં છેલ્લા 10 દિવસમાં 8વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 33 પૈસા અને  ડીઝલમાં 36 પૈસાનો વધારો થાયો છે. જામનગરમાં 7 ઓક્ટોબરથી આજ સુધી પેટ્રોલના ભાવમાં 2રૂપિયા અને 47 પૈસાનો વધારો થયો છે. એક લીટર પેટ્રોલના ભાવ રૂ.102.19 થયા છે. તો ડીઝલના ભાવ પણ રૂ.101.53ની સપાટી વટાવી ગયા છે. અને લોકો સતત મોંઘવારીના મારનો સામનો કરી રહ્યા છે.

- Advertisement -

24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી ડીઝલના ભાવમાં ૫.૨૫ રૂપિયાનો વધારો થયો છે. 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 17 વખત વધારો થયો છે. તો બીજી તરફ 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 4.25 રૂપિયાનો વધારો થયો છે અને 28 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 14 વખત ભાવવધારો થયો છે. છેલ્લા 7વર્ષમાં પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે. 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર હતું. 2021માં ડીઝલના ભાવ તો ડબલ થયા છે. જયારે પેટ્રોલના ભાવ પણ પ્રતિ લીટર  રૂ.102થી વધુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular