રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ થકી મળેલ સૂચના અન્વયે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાન ઈન્ડિયા અવેરનેસ તથા આઉટરીચ કાર્યક્રમ આઝાદી ક અમૃત મહોત્સવ અન્વયે આજરોજ જામનગર જિલ્લા વહીવટી તંત્ર તથા જામનગર મહાનગરપાલીકાના સહકારથી મેગા લીગલ સર્વિસીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં કાનૂની સહાયતા કેન્દ્ર, PMJAY-MA યોજના કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, નિરાધાર વૃધ્ધા પેન્શન યોજના, ડેનગ્યુ – મેલેરીયા જાણકારી, રાશન કાર્ડમાં નામ દાખલ, કમી, સુધારા વધારા, લાઈવ વેકસીનેશન ડ્રાઇવ, આઇ.ઇ.સી.લગત જાણકારી, આરોગ્ય ચકાસણી કેમ્પ, મહિલા અને બાળ વિકાસની યોજના વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કોવિડ-19 ના નિયમોને ધ્યાને રાખીને ટાઉનહોલ જામનગર ખાતે કરવામાં આવ્યુ હતુ