ભારતીય જનતા પાર્ટીના લઘુમતીના હોદેદારો દ્વારા જામનગરમાં ચાલતી ગરબીઓમાની એક ખાસ ગણી શકાય તેવી આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્વારા ગ્રીનસીટી રોડ નં 1 નવાનગર બેન્ક પાછળ વિકલાંગો ગરબી રમે તેવું ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલ હતું. જેની મુલાકાતે ભાજપ લઘુમતીના હોદેદારો અને કાર્યકરોએ તે ગરબીની મુલાકાત લીધી હતી. નાની-મોટી વિકલાંગ બાળાઓએ નવરાત્રીમાં ગરબીમાં ભાગ લેનાર 47 જેટલી નાની-મોટી બાળાઓને સ્ટીલની થાળી, વાટકો, ગ્લાસ-ચમચીનો સેટ બાળાઓને લઘુમતી શહેર પ્રમુખ ઉંમર બ્લોચ ઉપપ્રમુખ જાવીદભાઈ સેતા, શહેર પ્રભારી ઇકબાલ ખફી (ભૂરાભાઈ), મોરચાના મહામંત્રી હારુનભાઈ આબલિયા, મહામંત્રી સલીમભાઈ સમા, કોષાધ્યક્ષ મોસીનબાપુ બુખારી, મંત્રી મુનાભાઈ આરબ, વોર્ડ નં. 1 પ્રમુખ અકબર કકકલ, વોર્ડ નં. 12ના પ્રમુખ રહુફભાઈ ગઢકાઈ (નિવૃત એએસઆઈ), યુનુસ સમા સહીતનાઓએ લાણી વિતરણ કરી હતી. આશાદીપ ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદા મુસ્લિમ છે અને તે પણ વિકલાંગ છે. તેને આ સુંદર ગરબીનું આયોજન કરેલ હતું.