જામનગર તાલુકાના અલિયા ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતા વિપ્ર યુવાને જાંબુડાથી અલિયા જવાના માર્ગ પર કોઇ કારણસર ઝેરી પદાર્થ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં નવાપરા વિસ્તારમાં રહેતાં જલ્પેશ કિર્તીભાઈ પંડયા (ઉ.વ.32) નામનો વિપ્ર યુવાને ગત તા.10 ના રોજ સવારના સમયે જાંબુડા થી અલિયા ગામ તરફ જવાના માર્ગ પર કોઇપણ કારણસર ઝેરી પદાર્થ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મંગળવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનુું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ શિક્ષક બ્રિજેશ પંડયા દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર તાલુકાના અલિયા ગામના યુવાનનો આપઘાત
જાંબુડાથી અલિયા જવાના માર્ગ પર ઝેરી પદાર્થ ગટગટાવ્યું : સારવાર દરમિયાન મૃત્યુ