Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયખુશ થઇ જાવ: મોંઘવારી ઘટી ગઇ !

ખુશ થઇ જાવ: મોંઘવારી ઘટી ગઇ !

કાગારોળ ન મચાવતાં સરકારી આંકડા કહે છે બધુ સસ્તું થયું !

- Advertisement -

તહેવારોની સિઝન શરૂ થતાં જ મોંઘવારીમાં જબ્બર ઘટાડો નોંધાયો છે. સરકારે જાહેર કરેલાં છુટક મોંઘવારી દરમાં મોટો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટમાં 5.3 ટકા સામે સપ્ટેમ્બરમાં આ મોંઘવારી દર ઘટીને 4.45 ટકાએ પહોંચી ગયો છે.

સરકાર દ્વારા આજે સપ્ટેમ્બરના છૂટક મોંઘવારી દરના આંકડા તેમજ ઓગસ્ટના આઇઆઇપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ સપ્ટેમ્બરમાં રિટેઇલ(છૂટક) મોંઘવારી દર 4.45 ટકા નોંધાયો છે. જે છેલ્લાં પાંચ મહિનામાં સૌથી નીચો છે. ઓગસ્ટમાં આ દર 5.3 ટકા હતો. સરકારી આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ખાવા પીવાની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. જેને કારણે આમ આદમીને રાહત મળી છે. તો બીજી તરફ મોંઘવારી દર ઘટના સરકારે પણ રાહતનો દમ લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રિઝર્વ બેંકે પોતાની સમીક્ષામાં ફુગાવાનું અનુમાન આ વર્ષ માટે 5.3 ટકા દર્શાવ્યું હતું. જે પહેલાં 5.7 ટકા હતું.

એક તરફ ઇંઘણના ભાવ રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગયા છે. વાસ્તવિક રીતે લગભગ દરેક ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળો નોંધાયો છે. ત્યારે સામાન્ય લોકો મોંઘવારીને લઇને કાગારોળ મચાવી રહ્યા છે. ત્યારે સરકારી ચોપડે મોંઘવારી દરનો ઘટાડો આશ્ર્ચર્યજનક અને અવાસ્તવિક હોય તેવો અહેસાસ સામાન્ય લોકો કરી રહ્યા છે.

બીજી તરફ આઇઆઇપી (ઔદ્યોગિક ઉત્પાદન સુચકઆંક)માં પણ ઓગસ્ટમાં વધારો નોંધાયો છે. જુલાઇના 11.5 ટકા સામે ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન 11.9 ટકા રહ્યું છે. મેન્યુફેકચરીંગ સેકટરનું ઉત્પાદન પણ વધીને 9.7 ટકાએ પહોંચી ગયું છે. તો ખનન ઉત્પાદન 23.6 ટકા જયારે ઉર્જા ઉત્પાદનમાં 16 ટકાનો વધારો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular