Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરસ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેના મહિલા ટીમ સાઈકલ અભિયાન

સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેના મહિલા ટીમ સાઈકલ અભિયાન

- Advertisement -


સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય વાયુસેનાએ વોર મેમોરિયલ લોંગેવાલા થી નેશનલ વોર મેમોરિયલ નવી દિલ્હી સુધી મહિલા સંયુકત સર્વિસ સાઈકલિંગ અભિયાનનું આયોજન કર્યુ હતું.

- Advertisement -

25 સપ્ટેમ્બરના રોજ આ અભિયાનને એરવાઈઝ માર્શલ રોહિત મહાજન, વરિષ્ઠ અધિકારી ઈન્ચાર્જ એડમિનીસ્ટે્રશન એ ઝંડી આપી પ્રસ્થાપિત કરાવ્યું હતું. આ અભિયાનમાં સભ્યો જોડાયા હતાં. તેમાં સ્નેહલ સાટીજા, સુજાતા યાદવ, ક્રિતીકા પાંડે, સમીધા શર્મા, મીશા પુરૂસોતમન, મેઘા શર્મા, શ્ર્વેતા પ્રીયા, સ્વાતિ રાય, શીવાની, સોનાલી ઉપાધ્યાય, રાજલક્ષ્મી રાઠોડ, કીર્તી શુકલા, નગ્મા પ્રવિણ અને કોમલ રાની જોડાયા હતાં. 12 દિવસના ગાળામાં આ ટીમે 1009 કિ.મી.નું અંતર કાપ્યું હતું. આ ટીમના સભ્યોએ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના બાળકો સાથે વાતચીત કરી તેમને સશસ્ત્ર દળમાં જોડાવવા પ્રેરણા આપી હતી. તેમજ ગ્રામજનો સાથે વાતચીત કરી મહિલા સશકિતકરણ અંગે જાગૃત્તિ ફેલાવવા પ્રયાસ કર્યો હતો. દિલ્હી ખાતે ડાયરેકટર જનરલ એરમાર્શલ કે. અનંથરામન એ ટીમનું સ્વાગત કર્યુ હતું. ત્યારબાદ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular