Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સરિલાયન્સ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન

રિલાયન્સ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ચેમ્પિયન

- Advertisement -

રિલાયન્સ જી-1 સિનિયર મેન્સ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટના ફાઇનલ મેચમાં બેટિંગ-બોલિંગના ઉમદા પ્રદર્શનની મદદથી સૌરાષ્ટ્ર ચેમ્પિયન બન્યું છે. રવિવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ફાઇનલ મેચ રમાયો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ દાવ લઇ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 200 રન કર્યા હતાં. અવિ બારોટે 43 બોલમાં 7 ચોગ્ગા, 4 છગ્ગાની મદદથી 72 રન, પ્રેરક માંકડ અણનમ 39 અને હિમાલય બારડના 37 રન મહત્વના હતા. બીજી તરફ સૌરાષ્ટ્રના બોલર્સની શાનદાર બોલિંગ સામે ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન કરી શકતા 51 રને પરાજય થયો હતો. સૌરાષ્ટ્રના પાર્થ ભૂતે 4 ઓવરમાં 25 રન આપી ત્રણ વિકેટ, ધમેન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 16 રન આપી 2 વિકેટ મેળવી હતી. તેમજ કુશાંગ, દેવાંગ અને ચિરાગે 1-1 વિકેટ મેળવી હતી. મેચના અંતે અવિ બારોટને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ શાહે ચેમ્પિયન અને રનર અપ ટીમને ટ્રોફી તેમજ ચેક આપી સન્માનિત કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular