ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળા નજીક ગઈકાલે રાત્રીના સમયે કોઈ અજાણ્યો શખ્સ એક નાના બાળકને તરછોડીને નાશી છુટ્યો છે. હાલમાં ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દિપ્તીબેન બાળકની સારસંભાળ રાખી રહ્યા છે. હાલમાં બાળકને મેડિકલ તપાસ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું.ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગાંધીનગર સિવિલમાં પહોચ્યાં હતા. અને બાળકની ઓળખ માટે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બાળકને કોઈ અજાણ્યો શખ્સ તરછોડીને જતો રહ્યો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે જિલ્લામાં ટીમ બનાવી, સીસીટીવીના માધ્યમથી તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યની પોલીસને બાળકના ફોટા મોકલી અને એના વિશે તપાસ માટેની જાણકારી આપી દેવામાં આવી છે.ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. આખરે આ બાળક કોણ છે એ સવાલ ઊઠી રહ્યો છે. બાળકને ત્યજી દેનારા શખસની ગાંધીનગર પોલીસ શોધખોળ કરી રહી છે. હાલ તો CCTVના આધારે તપાસ શરુ કરાઈ છે.