Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલાલપુરમાં નજીવી બાબતે યુવાનનું ઢીમ ઢાળી દેવાયું

લાલપુરમાં નજીવી બાબતે યુવાનનું ઢીમ ઢાળી દેવાયું

માથાકૂટ બાદ ધકકો મારતા યુવાન બેશુદ્ધ: હોસ્પિટલે ખસેડાતા મોત નિપજ્યાનું જાહેર: બનાવ હત્યામાં પલટાતા પોલીસ દ્વારા કાર્યવાહી

લાલપુર ગામમાં આવેલા ધરારનગર વિસ્તારમાં શુક્રવારની રાત્રિના સમયે નજીવી બાબતે થયેલી માથાકૂટમાં યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, લાલપુરમાં ધરારનગર વિસ્તારમાં રહેતાં પ્રકાશસિંહા (ઉ.વ. 35) નામના યુવાને શુક્રવારે મોડી સાંજના સમયે તેમના વિસ્તારમાં કેફી પ્રવાહી પી તોફાન કરતા શખ્સને સમજાવવા જતા સમયે થયેલી બોલાચાલી બાદ એક શખ્સે ધકકો મારતા પડી જવાથી યુવાન બેશુદ્ધ થઈ જતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેથી બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવ અંગેની જાણ થતા લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે મૃતકના ભાઈએ જણાવ્યા મુજબ, તેના ઘર પાસે નશો કરેલી હાલતમાં રહેલો શખ્સ તોફાન કરતો હોય જેથી પ્રકાશ આ શખ્સને સમજાવવા ગયા સમયે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી બાદ નશો કરેલા શખ્સો ધકકો મારતા પ્રકાશ પડી ગયો હતો અને બેશુધ્ધ થઈ ગયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે તેમ મૃતકના ભાઈ કાનાભાઈ એ જણાવ્યું હતું. જો કે, આ મામલે વિવિધત ફરિયાદ નોંધવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular