ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ.100 થયો છે. ગઈકાલે જામનગરમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા પેટ્રોલના ભાવ રૂ.100 થયા હતા. પરંતુ આજે ફરી વખત પેટ્રોલમાં ભાવ વધારો થતા પટ્રોલ 100ને પાર કરી ગયું છે. અને ડીઝલના ભાવમાં પણ વધારો થતા રૂ.99ને પાર કરી ગયું છે. ઓક્ટોબર મહિનામાં આજે સાતમી વખત ભાવ વધારો થયો છે. પરિણામે પ્રજાની હાલત કફોડી બની છે.
જામનગરમાં આજે પેટ્રોલમાં 0.29 પૈસા જયારે ડીઝલમાં 0.38પૈસાનો વધારો થયો છે. જેના પરિણામે તમામ કંપનીઓના ભાવ પ્રતિ લીટર રૂ.100થી વધુ છે. જામનગરમાં ઇન્ડીયન ઓઈલના પેટ્રોલનો ભાવ રૂ. 100.26 જયારે ડીઝલનો ભાવ 99.22 છે. ભારત પેટ્રોલીયમના પેટ્રોલનો ભાવ રૂ.100.31 જયારે ડીઝલનો ભાવ રૂ.99.27 છે. હિન્દુસ્તાન પેટ્રોલીયમના પેટ્રોલનો ભાવ રૂ.100.22 જયારે ડીઝલનો ભાવ રૂ.99.18 છે. ઇંધણના ભાવમાં થઇ રહેલા સતત વધારાના પરિણામે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતના દરેક જિલ્લા, તાલુકામાં ભાવ વધારાએ લોકોની કમર તોડી નાંખી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધાતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 38 પૈસાનો વધારો થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલ રૂ.100ને પાર પહોંચી ગયો છે.