Thursday, December 26, 2024
Homeરાજ્યનાના થાવરિયામાં જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

નાના થાવરિયામાં જૂગાર સ્થળે એલસીબીનો દરોડો

બે મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા : રૂા.1,36,250 ની રોકડ અને ત્રણ વાહનો સહિતનો રૂા.9,36,250 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર તાલુકાના નાના થાવરિયા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નવ શખ્સોને રૂા.1,36,250ની રોકડ રકમ અને 8 લાખની કિંમતના 3 વાહનો સહિત રૂા.9,36,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના નાના થાવરિયા ગામની સીમમાં ખાચરિયાના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા અને હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નવલસિંહ ભીખુભા જાડેજા, જીજ્ઞેશ મનસુખ દેવમુરારી, રમેશ બચુભાઈ કરંગીયા, હરીશ જસમત ભેંસદડીયા, ખોડુ વીરજી ગજેરા, રમેશ બચુ મારકણા, પરજીતસિંહ ઉમેદસિંહ કંચવા અને બે મહિલા સહિતના નવ શખ્સોને ઝડપી લીધા હતાં.

તેમજ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.1,36,250 ની રોકડ રકમ અને 8 લાખની કિંમતના ત્રણ વાહન સહિત કુલ રૂા.9,36,250 નો મુદ્દામાલ કબ્જે કરી નવ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ માટે પંચ એ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular