જામનગર શહેરના રણજીતસાગર રોડ પર બાઇકમાં પસાર થતાં શખ્સને આંતરીને તલાશી લેતા તેની પાસેથી પોલીસે 28 બોટલ દારૂ અને એક મોબાઇલ અને બાઇક તથા રૂા.7200ની રોકડ સહિત 66200નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી રીમાન્ડ મેળવી પુછપરછ દરમિયાન પોલીસે જુદા-જુદા સ્થળોએથી રૂા.13.57 લાખની કિંમતની 2715 બોટલ દારૂ અને 672 નંગ પાઉચ અને એક બાઇક સહિતનો દારૂનો જથ્થો કબજે કરી બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ભાનુ પેટ્રોલ પંપ પાસેથી જીજે-10-ડીકે-1415 નંબરની બાઇક પર પસાર થતાં જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામનો શખ્સ દારૂના જથ્થા સાથે પસાર થવાની પોકો.સાજીદ બેલીમ અને વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા તથા સ્ટાફે જયરાજસિંહને આંતરીને તલાશી લેતા તેના કબજામાંથી રૂા.14 હજારની કિંમતની 28 બોટલ દારૂ અને 5000નો મોબાઇલ તેમજ 7200ની રોકડ સહિત રૂા.66200નો મુદ્દામાલ સાથે ઝડપી લઇ રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ વિરૂધ્ધ ખોટી અરજીઓ અને ખોટા કેસ કરતા મહેન્દ્રસિંહ બારિયા અને મહાવિરસિંહ દેવાજી જાડેજા નામના બે શખ્સોના સ્થળે પીઆઇ એમ.જે.જલુ તથા પીઆઇ એમ.વી.મોઢવાડિયા તથા હેકો.નરેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહિપાલસિંહ જાડેજા, તથા પોકો શિવરાજસિંહ જાડેજા, પ્રવિણભાઇ પરમાર, યોગેન્દ્રસિંહ સોઢા, સાજીદભાલ બેલીમ, મહાવીરસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, સુનિલભાઇ ડેર, વનરાજભાઇ ખવડ સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન રૂા.13,57,500ની કિંમતની 2715 બોટલ દારૂ તથા રૂા.67200ની કિંમતના 672 પાઉચ તેમજ એક બાઇક 40 હજારનું સહિતનો મુદ્દામાલ કબજે કરી મહેન્દ્રસિંહ બારિયા અને મહાવિરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સોની શોધખોળ આરંભી છે.
જામનગર શહેરમાંથી 2715 બોટલ દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પોલીસ વિરૂધ્ધ ખોટી અરજીઓ કરનારા બે શખ્સોની સંડોવણી ખુલ્લી : સીટી એ પોલીસ દ્વારા કાર્યવાહી