Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ડીફેન્સ કોલોનીમાં શેરીમાં ઉભા રહેવા બાબતે બધડાટી

જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં શેરીમાં ઉભા રહેવા બાબતે બધડાટી

આરોપીએ નિર્વસ્ત્ર અવસ્થામાં પરિવારના ઘરમાં ઘુસી ગાળો બોલી જીવલેણ ધમકીઓ આપી : લાકડાના બેટ વડે હુમલો કરતાં મહિલા ઈજાગ્રસ્ત

- Advertisement -

જામનગર શહેરના ડીફેન્સ કોલોનીમાં ગઈકાલના રોજ રાત્રીના સમયે યુવક પોતાના મિત્રો સાથે શેરીમાં ઉભો હતો તે દરમિયાન એક શખ્સે યુવકને તેના મિત્રો સાથે ઉભા રહેવાની ના પાડી તેના ઘરે જઇ યુવકના પિતાને લાકડાના બેટ વડે માર મારવા જતા તેની પત્ની પત્ની બચાવવા વચ્ચે પડતા તેને હાથમાં ઈજાઓ પહોચાડી હતી. આરોપીએ નિર્વસ્ત્ર અવસ્થામાં બોલાચાલી કરી ગાળો આપીને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ઘરના દરવાજામાં કુહાડીના ઘા કરી નુકશાન પહોચાડતા સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ બનાવની વિગતો મુજબ જામનગર શહેરના ડીફેન્સ કોલોની શેરી નં-2માં રહેતા જયચંદ તુલસીદાસ કશ્યપનો (ઉ.વ.60) દીકરો ગઈકાલના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સમયે પોતાના મિત્રો સાથે શેરીમાં ઉભો હતો ત્યારે ભાવસિંહ વેરાજી રાઠોડ નામના શખ્સે યુવકને શેરીમાં ઉભા રહેવાની ના પાડી તેના ઘરે જઇને પરિવારના સભ્યોને ગાળો આપી બોલાચાલી કરી જયચંદભાઈને લાકડાના બેટ વડે માર મારવા જતા તેમના પત્ની બચાવવા વચ્ચે પડતા ભાવસિંહે બેટ વડે માર મારી હાથમાં ઈજાઓ પહોચાડી હતી. બાદમાં આરોપીએ પહેરેલ લુંગી ઉતારી નાખી નિર્વસ્ત્ર અવસ્થામાં બોલાચાલી કરી ગાળો કાઢી ઘરના દરવાજામાં કુહાડીના ઘા કરી નુકશાન પહોચાડ્યું હતું. અને “જો તારો દીકરો રસ્તામાં છોકરાઓને ભેગા કરીને ઉભો રહેશે તો પરિવારને જાનથી મારી નાખીશ” જયચંદભાઈને તેવી ધમકીઓ આપતા તેઓએ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ભાવસિંહ વેરાજી રાઠોડ વિરુધ આઈપીસી કલમ 452,352,323,504,506(2),427,294(ક)(ખ) તથા જીપીએક્ટ 135(1) મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular