Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVIDEO : જામનગરના દરેડના એક કારખાનામાં લીફટમાં ફસાઇ જતાં શ્રમિકનું મોત

VIDEO : જામનગરના દરેડના એક કારખાનામાં લીફટમાં ફસાઇ જતાં શ્રમિકનું મોત

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઈઝ-3માં પ્લોટ નં.3427માં આવેલા બ્રાસના કારખાનામાં લીફટમાં કલર કામ કરતા સમયે લીફટ નીચે કરવા જતા ઉપર જવાની સ્વિચ દબાવી દેતા અકસ્માતમાં લોખંડ એંગલમાં મોઢાનો ભાગ ફસાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરમાં ખાદીભંડાર સામે નવીવાસમાં રહેતા સબીર હુસેન સમા (ઉ.વ.45) નામનો યુવાન શનિવારે સાંજના સમયે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઈઝ-3માં આવેલા 3427 નંબરના પ્લોટમાં આવેલા કેએસવી બ્રાસ નામના કારખાનામાં લીફટમાં કલરકામ કરતા સમયે લીફટ નીચે કરવા માટેની સ્વિચના બદલે ઉપર જવાની સ્વિચ દબાવી દેતા લીફટના સાઇડમાં રહેલા લોખંડના એંગલમાં મોઢાનો ભાગ અકસ્માતે ફસાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવઅંગે યુનુસભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ એમ.એલ.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular