ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણીનું સવારે સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલ માં મતદાન શરૂ થઈ ચૂક્યું છે. અત્યારસુધીમાં 17.54 ટકા મતદાન થયુ છે. સૌથી વધુ મતદાન વોર્ડ-7માં 26 ટકા જ્યારે સૌથી ઓછુ મતદાન વોર્ડ-5માં 12.07 ટકા અત્યારસુધી નોંધાયું છે. આજે 11 વોર્ડ માં 44 બેઠકો માટે 161 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં 44 બષા, 44 કોંગ્રેસ, 40 આમ આદમી પાર્ટી, 14 બહુજન સમાજ વાદી પાર્ટી, 2 નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, 6 અન્ય પક્ષના તેમજ 11 અપક્ષ પાર્ટીના ઉમેદવારોએ હરીફાઈમાં ઝંપલાવ્યું છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળ પેટાચૂંટણીના પરિણામોમાં મતગણતરીના 7માં રાઉન્ડ પછી મમતા બેનર્જી 24 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.ભાજપની પ્રિયંકાથી 24 હજાર મતથી CM મમતા બેનર્જી ભવાનીપુરથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ આગળ ચાલી રહ્યું છે
TMC ના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં મમતા બેનર્જીના ઘરે પહોંચી રહ્યા છે. આ લોકો ઉજવણી કરી રહ્યા છે.
ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મમતા સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. TMC અને BJP બંને અહીંથી પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવે છે કે મમતા 50 હજાર મતોથી વિજય મેળવશે. બીજી બાજુ ભાજપ પણ મેદાનમાં બાજી મારવાનો દાવો કરી રહ્યું છે.