Monday, December 23, 2024
Homeમનોરંજનહાઇપ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખખાનના પુત્ર આર્યનની પુછપરછ

હાઇપ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરૂખખાનના પુત્ર આર્યનની પુછપરછ

લકઝુરીયસ ક્રુઝ પર ચાલી રહી હતી પાર્ટી

- Advertisement -

મુંબઈમાં હાઈપ્રોફાઈલ પાર્ટીના સિલસિલામાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(NCB) શાહરૂખ ખાનના પુત્ર આર્યનની પુછપરછ કરી રહ્યું છે. પાર્ટી કોર્ડિલિયા ધ ઈમ્પ્રેસ ક્રૂઝ પર ચાલી રહી હતી. જે સમયે NCBએ રેડ કરી, તે સમયે પાર્ટીમાં 600 લોકો સામેલ હતા. NCBએ 3 છોકરીઓ સહિત 13 લોકોની ધરપકડ કરી છે. NCBના સૂત્રોના જણાવ્યા મુજબ, આર્યન પણ તે ક્રૂઝમાં હાજર હતો, જ્યાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી. જોકે એ વાત અંગે હજી કોઈ ખુલાસો થયો નથી કે તેણે ડ્રગ્સ લીધું હતું કે નહિ.

- Advertisement -

અટકાયત કરાયેલા 13 લોકોમાંથી 8ની ધરપકડ કરવામાં આવી છે. NCBએ રેવ પાર્ટીના ઓર્ગેનાઈઝર્સને પણ પુછપરછ માટે બોલાવ્યા છે. તેમણે આજે રાતે 11 વાગ્યા સુધીમાં NCB સમક્ષ હાજર થવું પડશે.

NCBની ટીમને એવી માહિતી મળી હતી કે એક ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી ચાલી રહી છે. ત્યારબાદ શનિવારે અહીં વ્યાપક પ્રમાણમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ શિપ પર રેવ પાર્ટી ચાલી રહી હતી. છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ શિપ પરથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો મળી આવ્યા છે. તેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે પણ ડ્રગ્સ મળી આવ્યું છે તે MD કોક અને હશિસ છે.

- Advertisement -

મળેલી માહિતી પ્રમાણે ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેઓ પોતાની ટીમ સાથે મુંબઈમાં આ શિપ પર સવાર થઈ ગયા હતા. જોકે જ્યારે શિપ મધદરિયે પહોંચ્યું ત્યારે એક ડ્રગ પાર્ટીનું આયોજન થયું. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ રહેલા લોકો નજર આવ્યા હતા અને ત્યારબાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular