દેશના મુખ્ય ન્યાયર્મૂતિ એન.વી.રમન્નાએ કહ્યું છે કે દેશમાં અત્યંત દુખદ સ્થિતિ છે. નેતાઓ, પોલીસ અધિકારી અને નોકરશાહી વચ્ચેનું નેકસસ ખતરનાક છે. કોઈ રાજકીય પક્ષ સત્તા પર હોય ત્યારે પોલીસ અધિકારી જે તે પક્ષની સાથે હોય છે. પછી બીજો કોઈ પક્ષ સત્તા પર આવે તો પેલા પોલીસ અધિકારી સામે તપાસ શરૃ કરે છે.
આ એક નવું ચલણ છે. તેને રોકવાની જરૃર છે. શુક્રવારે તેમણે કહ્યું કે એક વાર તેમણે વિચાર્યું હતું કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયર્મૂતિઓની અધ્યક્ષતા હેઠળ એક સમિતિ બનાવવામાં આવે જે આ પ્રકારની ફરિયાદની તપાસ કરે.
નોકરશાહી અને ખાસ કરીને પોલીસ અધિકારી કેવો વ્યવહાર કરે છે તેનાથી તેમને આશ્ર્ચર્ય થાય છે. જોકે તેમણે હવે આ વિચાર માંડી વાળ્યો છે.