Friday, January 10, 2025
Homeરાજ્યજોડીયાના કાકા-ભત્રીજા ઉપર, પિપળીયા નજીક ફાયરિંગ થતાં ચકચાર

જોડીયાના કાકા-ભત્રીજા ઉપર, પિપળીયા નજીક ફાયરિંગ થતાં ચકચાર

- Advertisement -

- Advertisement -

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જવાના રસ્તે ગત 26 ના રોજ રાત્રે 12 વાગ્યાની આસપાસ જીજે03 કેસી 6967 નમ્બરની કારમાં એક યુવાન અને તેના કાકા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તાથી એક બીજી કારે પીછો કર્યો હતો જેમાં 5 લોકો સવાર હતા આ લોકોએ કારને આમરણ રોડ પર આંતરી હતી અને ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાથી એક ગોળી સ્વીફ્ટ કારની ડ્રાઇવર સાઈડમાં લાગી હતી.ઘટનાઅંગે યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેમણે તેના જ ગામના 4 શખ્સ અને એક ફડસરના એમ 5 લોકો વિરુદ્ધ ત્રણ વર્ષ પહેલાં ખેતરમાં થયેલ ઝઘડા દરમિયાન આરોપી પક્ષના એક વ્યક્તિની હત્યા થઈ હતી અને આ હત્યાને લઈ તેઓ વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી ફાયરિંગ કર્યાનું જણાવ્યું હતું.જોડીયા તાલુકાના તરાણા ગામના વિપુલ લખમણ પીઠમલ અને હીરાભાઇ તેમની સ્વીફ્ટ કારમા જીજે3કેસી 6967 માળીયા જામનગર હાઇવે પર જતા હતા તે દરમિયાન પીપળીયા ચાર રસ્તાથી આમરણ રોડ પર એક કારે પીછો કર્યો હતો દરમિયાન આમરણ રોડ પર કારને અંતરી 4 ફાયરીંગ કર્યું હતું

- Advertisement -

જેમાં એક બુલેટ ડ્રાઈવર સાઈડના કાચમાં લાગી હતી સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.આ અંગે ફરીયાદી વિપુલ લક્ષ્મણભાઇ પીઠમલ તથા સાધાભાઇ પ્રભુભાઈ, હમીરભાઈ મેપાભાઈ, કાનાભાઇ હમીરભાઇ, ભલુભાઈ મોહનભાઇ (રહે.તમામ તારાણા, તા.જોડિયા) અને ભરત બચુભાઈ કુંભારવાડિયા (રહે.ફડસર, તા.મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં યુવાનને અગાઉ આરોપીઓ સાથે ત્રણ વર્ષથી મનદુ:ખ ચાલતું હોય અને તેમાં આરોપી પક્ષના એક શખ્સની હત્યા થઈ હતી જેનું મનદુ:ખ રાખી હુમલો કરયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular