જામનગર શહેર અને જિલ્લામાં એક સપ્તાહથી વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો સહિતના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે. તેમાં પણ ખાસ કરીને શહેરના પોશ વિસ્તાર કહેવાતા સેન્ટઆન્સથી જોગસ પાર્ક માર્ગ પર મ્યુ. કમિશનરનો બંગલો પણ આવેલો છે.
આ માર્ગ પર ભારે વરસાદને કારણે મોટા-મોટા ગાબડા પડી ગયા છે. કમિશનર આ જ માર્ગ પરથી દરરોજ પસાર થાય છે તેમ છતાં હજી સુધી આ માર્ગ પર મરામત કામગીરી કરવામાં આવી નથી!
ઉલ્લેખનીય બાબત એ છે કે આ માર્ગ 1.30 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બનાવવાના ટેન્ડર પણ મંજૂર થઇ ગયા છે. તેમ છતાં આ માર્ગનુ કામ હજી સુધી શરૂ થયું નથી. મહાનગર પાલિકાના ટેક્સમાં સૌથી વધુ નાણા ચૂકવતા પોશ વિસ્તારની આવી કફોડી હાલત હોય તો અન્ય વિસ્તારની વાત જ કેમ કરવી ?