તા. 25 મી સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના કરોડો કાર્યર્ક્તાઓના માર્ગદર્શક એવા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ છે. આ દિવસે પક્ષ્ા દ્વારા બુથ સુધીના કાર્યક્રમોમાં તેઓને પુષ્પાંજલી અર્પવા તેમજ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતાં. જામજોધુપર તાલુકા ભાજપ દ્વારા સતાપર ગામે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિતે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિનની ઉજવણી નિમિતે તા. 17 સપ્ટે. થી 7 ઓકટોબર સુધી પક્ષ દ્વારા સેવા હી સમર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન ર્ક્યું હતું. આ કેમ્પની વિશિષ્ટ બાબત હતી કે જામનગર જિલ્લા ભાજપના સીનીયર મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ 7પમી વખત રક્તદાન કરી સૌને પ્રેરણા આપી હતી.
આ ઉપરાંત યુવા મોરચા દ્વારા નમોએપ ઈન્સ્ટોલેશન માટે કેમ્પ પણ લગાવવામાં આવ્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ નિર્ણયો સબબ અભિનંદન આપતા પોષ્ટકાર્ડ લખવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જામજોધપુર તાલુકા પ્રભારી ડો. વિનોદ ભંડેરી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર, જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા, વાસ્મોના ડાયરેકટર અમુભાઈ વૈષ્લાણી, તાલુકા ભાજપ પ્રમુખ જે. ટી. ડોડીયા, જામજોધપુર શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડીયા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલ સદસ્યો, તાલુકા તથા શહેરના પદાધિકારીઓ, રક્તદાતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ ભાલોડીયાનો જન્મદિવસ હતો. જે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.