જામનગર શહેરમાં આવેલ વોર્ડ નં.3ના એફપીએસ દુકાનદાર નિમીષ વાઢેર દ્વારા તેની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી આચરતા હોવા અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હતો. જે અંગે જિલ્લા પુરવઠા કચેરીની ટીમ દ્વારા ગત તા.24 ના રોજ દુકાનની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં દુકાનમાં રહેલ હાજર સ્ટોકમાં વેરીએશન જણાઈ આવતા ટીમ દ્વારા દુકાનમાં રહેલ ધંઉ, ચોખા, ખાંડ, તેલ, દાળ વિગેરે તમામ હાજર જથ્થો કે જેની કિંમત રૂા.23,795 જથ્થો સીઝ કરી દુકાનદાર વિરુદ્ધ કેસ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું છે કે સસ્તા અનાજના પરવાનેદાર દ્વારા કોઈ પણ પ્રકારની ગેરરીતી અંગે તંત્ર સતર્ક છે તેમજ ભવિષ્યમાં પણ અન્ય કોઈ દુકાનદાર દ્વારા આવો કોઈ પ્રકારનો બનાવ બનશે તો તેમની વિરુદ્ધ પણ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.