જામનગર શહેરમાં નાગનાથ સર્કલ પાસે બે કારમાં દારૂની હેરાફેરી કરાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને ઝડપી લઇ 240 બોટલ દારૂ અને બે કાર તથા બે મોબાઇલ સહિત રૂા.5.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ સર્કલ હાલારહાઉસ પાસે કારમાં દારૂની હેરાફેરી થવાની સીટી બી ડીવીઝનના હેકો ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડા, પો.કો. કિશોર પરમારને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, રાજેશ વેગડ, ફૈઝલભાઈ ચાવડા, પો.કો. કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીજે-01-એચડબલ્યુ-0091 અને જીજે-10-ટીટી-7189 નંબરની બે કાર કબ્જે કરી તલાસી લેતા તેમાંથી રૂા.1,20,000 ની કિંમતની 240 બોટલ દારૂ મળી આવ્યો હતો.
તેમજ પોલીસે રેઈડ દરમિયાન દિગ્વીજયસિંહ ઉર્ફે દિગુભા બચુભા જાડેજા અને જયેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઇ દારૂનો જથ્થો અને જીજે-01-એચડબલ્યુ-0091 નંબરની રૂા.2 લાખની કિંમતની હોન્ડા ડબલ્યુઆર-વી અને જીજે-10-ટીટી-7189 નંબરની રૂા.2 લાખની કિંમતની ટાટાસૂમો ગોલ્ડ કાર અને રૂા.10000 ની કિંમતના બે મોબાઇલ તથા રૂા.1.20 લાખનો દારૂનો જથ્થો મળી કુલ રૂા.5,30,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો ભાવેશ કાંતિ ગોહિલ નામના નવાગામ ઘેડના શખ્સને પહોંચાડવાનો હોવાની તથા અરવિંદ નામના શખ્સ પાસેથી લઇ આવ્યા હોવાની કેફિયત આપતા પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
હાલારહાઉસ પાસેથી દારૂની હેરાફેરી સમયે જ પોલીસ ત્રાટકી : 240 બોટલ દારૂ અને બે કાર સહિત રૂા.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે : દારૂ સપ્લાયર અને ખરીદનારના નામો ખુલ્યા : પોલીસ દ્વારા શોધખોળ