Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર ઉતર્યું એર એમ્બ્યુલન્સ : VIDEO

ક્રિકેટ મેચ દરમિયાન મેદાન પર ઉતર્યું એર એમ્બ્યુલન્સ : VIDEO

માહિતી મુજબ મંગળવારે ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કાઉન્ટી મેચ ચાલી રહી હતી. તે દરમ્યાન એક હેલિકોપ્ટર ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યું હતું. આવેલ હેલિકોપ્ટર એક એર એમ્બ્યુલન્સ હતું અને બ્રિસ્ટલ ગ્રાઉન્ડ નજીક એક દર્દીની હાલત અતિ ગંભીર હતી અને આસપાસમાં કોઈ જગ્યા ખાલી ન હોવાથી હેલિકોપ્ટરને ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યું હતું.

- Advertisement -

મેચની પ્રથમ ઓવરના પાંચ બોલ થયા હતા ત્યારે એક એર એમ્બ્યુલન્સ ગ્રાઉન્ડ તરફ જોવા મળ્યું અને આ વાત ની જાણ મેચ અધિકારીઓને કરવામાં આવી હતી જેથી હેલિકોપ્ટર નીચે આવ્યું એટલે ખેલાડીઓ ગ્રાઉન્ડ છોડીને નીકળી ગયા હતા. અને લગભગ એક કલાક માટે મેચ અટકાવવી પડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular