લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા નજીક આવેલી હોટલ પાસેના ખાડા બુરવાનું કહી યુવાનના કાર્યમાં અવરોધ કરી ફડાકા મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસેના માર્ગ પર વરસાદી ખાડા બુરવાનું કામ ચાલુ હતું તે દરમિયાન અજીતસિંહ ભીખુભા જાડેજાએ કામ કરતા શંભુપ્રસાદ નામના યુવાનને અમારી હોટલ પાસે ખાડા પડેલ છે તે રીપેર કરવા માટે અપશબ્દો બોલી ત્રણ-ચાર ફડાકા ઝીંકી દીધા હતાં અને અંકુર નામના યુવાનને લાકડી બતાવી માર મારવાની ધમકી આપી હતી તેમજ બન્ને યુવાનોને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં જાણ કરાતા હેકો આઈ.ડી. જાડેજા તથા સ્ટાફે શંભુપ્રસાદના નિવેદનના આધારે અજીતસિંહ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.