Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં ભૂપેન્દ્ર પટેલની બ્રાન્ડ ન્યુ સરકાર, રાઘવજી પટેલને મંત્રી પદ

રાજયમાં ભૂપેન્દ્ર પટેલની બ્રાન્ડ ન્યુ સરકાર, રાઘવજી પટેલને મંત્રી પદ

ગઇકાલે ટળેલી મંત્રીમંડળની શપથવિધી આજે યોજાઇ : 27 મંત્રીઓએ લીધા શપથ : રૂપાણી સરકારના મંત્રીમંડળમાં કરાયા ધરમૂળથી ફેરફાર : સિનિયરોને પડતાં મૂકી નવા ધારાસભ્યોને આપવામાં આવી તક : નવા મંત્રીમંડળથી સિનિયરોમાં કચવાટ

- Advertisement -

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આખરે બ્રાન્ડ ન્યુ સરકારની રચના કરી છે. રાજયના નવા મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફારો કરવામાં આવ્યા છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સિનિયર મંત્રીઓને પડતાં મૂકી નવા ધારાસભ્યોને તક આપવામાં આવી છે. જેમાં જામનગર ગ્રામ્ય વિસ્તારનાં ધારાસભ્ય રાઘવજી પટેલનો પણ સમાવેશ થાય છે. આજે સવારથી જ સંભવિત મંત્રીઓને ફોન કરવાની ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલા મંત્રીઓનો પણ સમાવેશ થઇ શકે છે. રૂપાણી સરકારમાં મંત્રી રહેલાં જામનગર શહેરના બન્ને ધારાસભ્યો આર.સી. ફળદુ અને ધમેર્ર્ન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

બીજી તરફ સિનીયર મંત્રીઓને પડતાં મૂકવામાં આવતા પક્ષમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે. જુદા-જુદા સમાજનું પ્રતિનિધત્વ કરતાં મંત્રીઓની બાદબાકી કરવામાં આવતાં તેમના સમર્થકો અને સમાજના આગેવાનો દ્વારા ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મંત્રી મંડળની રચના નવા મુખ્યમંત્રી માટે પડકારજનક બની રહી છે.

ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. ભાજપે ગઈકાલની ઘટનાથી બોધપાઠ લીધો હોય તેમ આજે રાજભવન બહાર તારીખ વિનાનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. ગુજરાત ની નવી સરકારમાં 27થી વધુ મંત્રી શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ખુશખબરી આપવામાં આવી રહી છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રભારીની મુલાકાતે સવારમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એનએક્સીમાં પહોંચ્યા હતા.

શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.

આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે.

ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

રાજ્યના બે પૂર્વ મંત્રીઓ વાસણભાઈ આહીર તથા જવાહર ચાવડાને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન ન મળવાની ચર્ચાને કારણે આહીર સમાજ પણ નારાજ છે. સમસ્ત આહીર સમાજ દ્વારા ખૂલીને આ મામલે પત્ર લખીને વિરોધ વ્યક્ત કરાયો છે અને આગામી સમયમાં જો આ બે નેતાને મંત્રીપદ ન અપાય તો ચૂંટણીમાં તેનાં પરિણામ ભાજપને ભોગવવા માટે તૈયાર કહેવાયું છે. એવામાં હવે આજે યોજાનારા શપથવિધિ સમારોહમાં આ બંને નેતાઓને ફરીથી મંત્રીપદ સોંપાય છે કે કેમએતેના પર પણ નજર રહેશે.

ભાજપનાં સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ 30 જેટલા મંત્રીઓ-ધારાસભ્યો નો-રિપીટ થિયરીથી અત્યંત નારાજ છે અને કોઈપણ હદે જવા માટે મક્કમ છે. એમાંથી મોટા ભાગના એ મંત્રી છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. કુંવરજી બાવળિયા તો ખૂલીને બહાર આવી ગયા છે. સમાજ દ્વારા પાર્ટી હાઇકમાન્ડને ચેતવણી આપી રહ્યા છે કે કોળી સમાજનું અપમાન થયું તો ચૂંટણીમાં જોઈ લઈશું. અંતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ડેમેજ ક્ધટ્રોલની જવાબદારી સંભાળવી પડી છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાની ગતિવિધિઓ શરૂ થઈ હતી, જેમાં પણ એકપણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવાની ફોમ્ર્યુલા મુજબ કામગીરી ચાલી રહી હતી. એ સમયે જ કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ છે, એવા મંત્રીઓ પોતાની નારાજગી ભાજપ અલગ-અલગ નેતાઓ સુધી રજૂઆત કરવા દોડધામ કરી રહ્યા હતા. આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું હતું.

- Advertisement -

ભૂપેન્દ્ર પટેલનું નવું મંત્રીમંડળ

  1. નરેશ પટેલ
  2. કનુભાઈ દેસાઈ
  3. હર્ષ સંઘવી
  4. કિરીટસિંહ રાણા
  5. મુકેશ પટેલ
  6. આર.સી. મકવાણા
  7. દુષ્યંત પટેલ
  8. રાઘવજી પટેલ
  9. કિર્તીસિંહ વાઘેલા
  10. રૂષિકેશ પટેલ
  11. અરવિંદ રૈયાણી
  12. જીતુ વાઘાણી
  13. બ્રિજેશ મેરજા
  14. જીતુ ચૌધરી
  15. જે.વી. કાકડીયા
  16. જગદીશ પંચાલ
  17. મનીષા વકીલ
  18. દેવા માલમ
  19. શશીકાંત પંડ્યા
  20. ગજેન્દ્રસિંહ પરમાર
  21. પ્રદિપભાઇ પરમાર-અસારવા
  22. નિમિષા સુતાર
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular