Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વોર્ડ નં.12માં રોગચાળાની દહેશત, તાકિદે સફાઇ કરવા કોર્પોરેટરની માંગ

જામનગરના વોર્ડ નં.12માં રોગચાળાની દહેશત, તાકિદે સફાઇ કરવા કોર્પોરેટરની માંગ

- Advertisement -

જામનગર શહેરના વોર્ડ નં. 12માં ભરાયેલાં પૂરના પાણીને કારણે જમાથ થયેલો કાદવ-કિચડ તાકિદે સાફ કરાવવા તેમજ લોકોની માલ મિલ્કતને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીએ માગણી કરી છે.


કોર્પોરેટર અસલમ ખિલજીએ કમિશનરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, નદીના પૂરના પાણી વોર્ડ નં. 12ના નીચાણવાળા વિસ્તારોમાં ભરાઇ ગયા હતા જેને કારણે સમગ્ર વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજય છવાઇ ગયું છે. લોકોના ઘરમાં પણ કાદવ કિચડની ગંદકી જામી ગઇ છે. ખાસ કરીને પટણીવાડ, ઘાંચીની ખડકી, પુરબિયાની ખડકી વગેરે વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ બની ગઇ હોય રોચગાળાની દહેશત ઉભી થઇ છે. ત્યારે આ વિસ્તારમાં તાકિદે સફાઇ કામદારો મૂકીને સઘન સફાઇ કામગીરી કરાવવી જરૂરી બની ગઇ છે. આ ઉપરાંત ભારે વરસાદ અને પૂરને કારણે કેટલાક મકાનો પણ તૂટી પડયા છે અને લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચતા તેઓ દયનિય સ્થિતિમાં મૂકાઇ ગયા હોય આવા લોકોને તાત્કાલિક નુકસાનનું વળતર ચૂકવવામાં આવે. તંત્ર દ્વારા જો તાકિદે સફાઇ કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular