જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના પરિણામે ઘણું નુકશાન સર્જાયું છે. તેનો તાગ મેળવવા માટે ગઈકાલના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પરંતુ જામનગરના પ્રવેશતાની સાથે જ ગુલાબનગર ઓવરબ્રિજ પર અનેક ખાડાઓ પડ્યા છે.
તેની તંત્ર દ્વારા ક્યારેય મરામત કરવામાં આવી નથી. પણ મુખ્યમંત્રી આવવાના હોય ગઈકાલના રોજ ચાલુ વરસાદે પુલ પર પડેલા ખાડાઓનું મરામત કરવાનું કામ તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.