જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સ્થળ ત્યાં જળ જેવી પરિસ્થિતિ સર્જાય છે અને આ ગંભીર પરિસ્થિતિમાં જામનગર એરફોસની ટીમો દ્વારા બે V5 અને ચાર ચેતક હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત આજે સાંજ સુધીમાં એરફોસના 6 હેલિકોપ્ટર દ્વારા 24 જેટલાં લોકોને નદીના પૂરમાંથી બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને જયાં સુધી સ્થિતિ પૂર્વ વત ન થાય ત્યાં સુધી સેનાના જવાનો દ્વારા આગામી સમયમાં પણ બચાવ કામગીરી યુધ્ધના ધોરણે કરવામાં આવશે.