જામનગર શહેરમાં નંદનવન સોસાયટીમાં રહેતાં યુવકે બેકારીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નંદનવન સોાસયટી શેરી.નં.2માં રામમંદિરની સામે ઓરડીમાં રહેતો પંકજ બ્રીજભાન પાસવાન (ઉ.વ.23)નામનો યુવક તેના વતનથી જામનગર મજૂરી કામ કરવા આવ્યો હતો. પરંતુ છેલ્લાં ચારેક દિવસથી મજૂરી કામ મળતું ન હોવાથી બેકારીથી કંડાળીને શનિવારે સાંજના સમયે તેની ઓરડીની આડીમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવ અંગેની રણજીત બ્રીજભાન દ્વારા જાણ કરતાં હેકો. એન.એફ.જાડેજા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથધરી હતી.
જામનગરમાં બેકારીથી કંટાળી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો
નંદનવન સોસાયટીમાં પરપ્રાતિય યુવકની આત્મહત્યા : પોલીસ દ્વારા તપાસ


