Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsઆર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

આર્થિક મોરચે પ્રોત્સાહક અહેવાલો પાછળ ભારતીય શેરબજારની તેજીની વિક્રમી ચાલ યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૧૨૯.૯૫ સામે ૫૮૪૧૧.૬૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૨૦૦.૨૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૫.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૬.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૯૬.૯૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૩૨૯.૩૫ સામે ૧૭૩૭૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૩૬૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૮.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૪૦૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારતના જીડીપી વૃદ્વિના ૨૦.૧% પ્રોત્સાહક આંકડા, જીએસટી એક્ત્રિકરણ રૂ.એક લાખ કરોડથી વધુ થવું અને વરસાદની ખાધ ધરાવતા ગુજરાત સહિતના રાજયોમાં ચોમાસાની ચાલુ સપ્તાહમાં સારી પ્રગતિ અને કોર્પોરેટ ઈન્ડિયાના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના પ્રોત્સાહક ડેવલપમેન્ટના સમાચારોની પોઝિટીવ અસરે આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તોફાની તેજીની આગેવાનીએ ભારતીય શેરબજાર વિક્રમી ઊંચાઈ બંધ રહ્યું હતું.

- Advertisement -

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ચેરમેન મુકેશ અંબાણીના ક્લિન એનજી ક્ષેત્રે કંપની  વચનબદ્વ હોવાના કરેલા પ્રોત્સાહક નિવેદનની પોઝિટીવ અસરે ફંડોએ આજે સતત બીજા દિવસે પણ મોટી ખરીદી કરતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં સતત તેજી સાથે આઈટી-સોફટવેર સર્વિસઝ, ટેકનોલોજી શેરોમાં આકર્ષણ અને રિયલ્ટી મોટી ખરીદી થતાં સેન્સેક્સ ૫૮૫૧૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૪૨૯ પોઈન્ટની નવી વિક્રમી ઊંચાઈ બનાવી હતી.

આ પોઝિટીવ પરિબળો સામે કોરોના સંક્રમણમાં કેરળ બાદ હવે કર્ણાટકમાં પરિસ્થિતિ વિકટ બનવા લાગી કેસોની સંખ્યામાં થવા લાગેલા વધારાને લઈ ફરી લોકડાઉનના અંકુશો લાદવામાં આવતાં અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં  પણ એલર્ટની સ્થિતિને જોઈ આગામી દિવસોમાં અંકુશોની શકયતા છતાં આ પરિબળને અવગણીને દેશમાં આર્થિક વિકાસ માટે આર્થિક ઉદ્દારીકરણના પગલાં લેવા મક્કમ કેન્દ્ર સરકારની નીતિને  આવકારી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઇલ એન્ડ ગેસ, યુટિલિટીઝ, પાવર, બેન્કેક્સ, ટેલિકોમ, ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૭ અને વધનારની સંખ્યા ૧૬૯૧ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસમાં મોટો હિસ્સો ધરાવતા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઓગસ્ટમાં જોરદાર સુધારો જોવા મળતા નીતિવિષયકોની ચિંતામાં હાલ પૂરતો ઘટાડો થયો છે. ગયા મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં જુલાઈ માસની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો હતો. દેશની સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસજે જુલાઈ માસમાં ૪૫.૪૦ રહ્યો હતો તે ઓગસ્ટમાં જોરદાર વધી ૫૬.૭૦ સાથે અઢાર મહિનાની ટોચે રહ્યો છે. સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં છેલ્લા ચાર મહિનામાં પહેલી વખત વધારો જોવા મળ્યો છે.

કોરોનાની બીજી લહેર નરમ પડયા બાદ મોટાભાગના રાજ્યોમાં સંસ્થાનો ફરી પાછા કાર્યરત થવા લાગતા સેવા ક્ષેત્રમાં રિબાઉન્ડ જોવા મળ્યું છે. વેક્સિનેશનમાં ઝડપને પરિણામે  સેવાના ઉપભોગમાં વધારો થયો છે. જો કે સેવા ક્ષેત્રની કંપનીઓમાં કર્મચારીઓની છટણી ગયા મહિને ચાલુ રહી હતી, તેનો દર ધીમો પડયો હતો. વેક્સિનેશનમાં ઝડપ ઉપરાંત વ્યાપક વિજ્ઞાાપનોને કારણે પણે સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું પીએમઆઈના સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. વર્તમાન મહિનામાં જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો નાણાં વર્ષ ૨૦૨૨ના પાછલા ૬ મહિનામાં સેવા ક્ષેત્રને ગતિ મળશે.

તા.૦૭.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૬.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૪૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૬૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૪૩૪ પોઈન્ટ થી ૧૭૪૭૪ પોઈન્ટ ૧૭૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૬.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૭૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૩૬૦ પોઈન્ટના પ્રથમ અને ૩૬૦૭૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૮૮૮ પોઈન્ટ થી ૩૬૯૩૦ પોઈન્ટ, ૩૭૦૦૭ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૦૦૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિમિટેડ ( ૨૭૭૯ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૪૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૨૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૦૮ થી રૂ.૨૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ડીગો ( ૧૯૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૯૦ થી રૂ.૨૦૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૫૩૩ ) :- રૂ.૧૫૦૫ નો પ્રથમ તેમજ રૂ.૧૪૮૪ ના બીજા સપોર્ટથી ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૯૯૬ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૮ થી રૂ.૧૦૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૫૭ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૭ થી રૂ.૭૭૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૭૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૦૬ ) :- રૂ.૧૬૨૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૮૭ થી રૂ.૧૫૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૬૮ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૮૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૮૭ થી રૂ.૭૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી નેટવર્ક ( ૪૯૧ ) :- ૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૭૭ થી રૂ.૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular