જામનગરમાં શ્રાવણમાસના અંતિમ દિવસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવાલયોમાં ભાવિકોના ઘોડાપૂરા ઉમટયા હતાં. શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવાર પણ હોય હર હર મહાદેવના નાદ સાથે ભકતોએ જલાભિષક, દુગ્ધાભિષેક કરીને મહાદેવને રીઝવવા પ્રયાસો કર્યા હતાં.
છોટીકાશી તરીકે પ્રસિધ્ધ જામનગર શહેરના સિદ્ધનાથ મહાદેવ, ભીડ ભંજન મહાદેવ, ભીડભંજન, કાશી વિશ્વનાથ, નાગેશ્વર, પ્રતાપેશ્વર, બેડેશ્વર, હજારેશ્વર, જડેશ્વર, સુખનાથ, ઈચ્છેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ સહિતના મહાદેવના મંદિરોમાં વહેલીસવારથી જ શિવભકતો પૂજા કરવા ઉમટી પડયા હતાં. શિવાલયોમાં વહેલી સવારથી જ ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો.
આમ શહેરના અનેક અનેક નાના-મોટા શિવાલયોમાં શ્રાવણી અમાસ અને સોમવારના દિવસે ભાવિકજનોનું ઘોડાપૂર ઉમટયું હતું અને મહાદેવને રીઝવવા પ્રયાસ કર્યા હતાં.