Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયરૂા.4250 કરોડની કિંમતી ધાતુ સાથે બે ઝડપાયા

રૂા.4250 કરોડની કિંમતી ધાતુ સાથે બે ઝડપાયા

આ ધાતુની મદદથી જાણી શકાય કે, ખાણમાં સોનું-ચાંદી છે કે કેમ?!

કોલકાતા એરપોર્ટ પરથી એક વ્યક્તિ કરોડો રૂપિયાની કિંમતી ધાતુ સાથે ઝડપાઈ છે. આ વ્યક્તિ પાસેથી રેડિયોએક્ટિવ પદાર્થ કબજે લેવામાં આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ સીઆઈડીએ બે લોકો પાસેથી 250 ગ્રામ કેલિફોર્નિયમ જપ્ત કર્યું છે. જેની અંદાજીત કિંમત 4,250 કરોડ રૂપિયા થાય છે. ઝડપાયેલા બન્ને શખ્સો સેલાન કર્માકર અને અસિતઘોષ હુગલી જિલ્લાના રહેવાસી છે. આ આરોપીઓ પાસેથી મળેલી ધાતુનો ઉપયોગ ખાસ જગ્યાઓ પર કરવામાં આવે છે.

કેલિફોર્નિયમનો ઉપયોગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર્સમાં કરવામાં આવે છે. આ સિવાય સોના અને ચાંદીની ખાણની ઓળખ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યુક્લિયર રિએક્ટર્સને સ્ટાર્ટ કરવા માટે પણ કેલિફોર્નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આ ધાતુ ઘણી જ કિંમત અને ઊંચા ભાવે વેચાય છે. આ ધાતુનો ઉપયોગ તેલના કુવામાં પાણી અને તેલવાળી સપાટીને ઓળખવામાં પણ મદદરૂપ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular