દેશમાં કોરોના રસીકરણને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા મુજબ દેશમાં 1.6 કરોડ લોકો એવા છે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લીધો નથી અથવા તેમને મળ્યો નથી અને તેમાં એક કરોડથી વધુ તો વૃદ્ધ લોકો છે! બીજી મે એટલે કે 16 સપ્તાહ પહેલાં સુધી કેટલા લોકોએ પહેલો ડોઝ લીધો હતો અને હજી સુધી બીજો ડોઝ લીધો નથી તેના આધારે આ આંકડો આપવામાં આવ્યો છે. સરકારી આંકડા મુજબ આરોગ્યના કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન જૂથના લોકોને 12.8 કરોડ લોકો,4પથી પ9 વર્ષના અને 60 વર્ષથી વધુ વયના 12.8 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો હતો તે પૈકી અત્યાર સુધી 11.2 કરોડે બીજો ડોઝ લીધો છે આમ 1.6 કરોડે હજી બીજો ડોઝ લીધો નથી અથવા મળ્યો નથી. જે કોરોના સામેની લડાઈ સામે સવાલો ઉઠાવે છે.
વ્હોટસએપ પર હવે કોરોના રસીકરણ માટે એપોઇન્ટમેન્ટ બુક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વ્હોટસએપ એ મંગળવારે કહ્યું કે માઇગોવ કૌરોના હેલ્પડેસ્ટ હવે પોતાના પ્લેટફોર્મ પર મેસેજિંગ એપના વપરાશકારને નજીકના રસીકરણ કેન્દ્રની માહિતી મેળવવા અને એપોઇન્ટમેન્ટ બુક કરાવવાની સુવિધા આપશે.
કોરોના વાયરસ નામશેષ થયો નથી પરંતુ તેના પર મોટાભાગના દેશોએ નિયંત્રણ જરૂર મેળવી લીધું છે. અસરકારક પગલાં અને વેક્સિનના સહારે કોરોના સામે જંગ લડી રહેલી દુનિયા પર કોવિડ-2રનો ખતરો મંડરાઈ રહ્યાની ચેતવણી આપવામાં આવી છે. કોવિડ- 19નો સામનો કરવામાં વિશ્વને આંખે અંધારા આવી ગયાની સ્થિતિ છે. હજુય વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. ઈટીએચ જયૂરિક ખાતે ઈમ્યૂનોલોજિસ્ટ પ્રો.ડો.સાઈ રેડીએ ચેતવણી આપી છે કે વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતાં કોરોનાના સ્ટ્રેન્સનું સંયોજન મહામારીનો એક નવો અને ખતરનાક તબક્કો લાવી શકે છે. એવી પ્રભળ સંભાવના છે કે એક નવો વેરિયન્ટ આવશે અને આપણે તેનાથી બચવા વેક્સિન પર આધારિત નહીં રહી શકીએ. જર્મન અખબાર બ્લિક સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ડેલ્ટા જેને કોવિડ-21 નામે ઓળખવામાં આવે છે તે તમામ સ્વરૂપોમાં સૌથી વધુ સંક્રામક છે.