જામનગરની જિલ્લા જેલમાં રવિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેલ વિભાગના ડી.જી.ની સૂચના અનુસાર જેલમાં રહેલા કેદીઓની સગી બહેન જો તેમના ભાઇઓને રાખડી બાંધવા માટે આવે તો તેમના માટે વ્યવસ્થા કરવાની સૂચનાના અનુસંધાને જામનગર જેલમાં રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા જેલર ટી.એચ. જાડેજાએ આ અંગે જરુરી સુવિધા અને વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું હતું.