Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં તહેવાર ટાંણે જ સસ્તા અનાજની સપ્લાય ઠપ્પ

જામનગરમાં તહેવાર ટાંણે જ સસ્તા અનાજની સપ્લાય ઠપ્પ

- Advertisement -

જામનગર શહેર ઝોન-1 અને 2માં તહેવારો ટાંણે જ સસ્તા અનાજનો પુરવઠાની સપ્લાય ઠપ્પ થઇ જતાં દુકાનદારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પુરવઠાના અભાવે કાર્ડધારકોને સસ્તા અનાજનું વિતરણ કરી શકાતું ન હોય, આ અંગે દુકાનદારો દ્વારા પુરવઠા અધિકારીને રજુઆત કરવામાં આવી છે. બીજી તરફ સસ્તા અનાજના ગોડાઉન મેનેજરે પણ અપર્યાપ્ત સ્ટાફ, વાહનોનો અભાવ અને મજૂરોની હડતાલને કારણે જથ્થો પુરો પાડવા માટે અસમર્થતતા દર્શાવી છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી સસ્તા અનાજની સપ્લાય અનિયમિત રીતે થતી હોય. કાર્ડધારકોને સમયસર માલનું વિતરણ થઇ શકતું નથી.

- Advertisement -

જેને કારણે મુશ્કેલીમાં મૂકાઇ ગયેલા દુકાનદારો આજે સસ્તા અનાજના ગોડાઉને દોડી ગયા હતાં. જ્યાં ગોડાઉન મેનેજરને માલ સપ્લાય માટે રજૂઆત કરી હતી. બીજી તરફ ગોડાઉનના મેનેજરે પણ ઉચ્ચ અધિકારીને પત્ર લખી મજૂરોની અછત તેમજ કમિશન વધારવાની માંગ સાથે હડતાલ પર રહેલા મજૂરો તથા અપુરતા વાહનો વગેરેને કારણે દુકાનદારોને માલ પુરો પાડવામાં મૂશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ તહેવારોનો મહિનો હોવાને કારણે વધારાની ખાંડ તથા કપાસીયા તેલનું વિતરણ કરવાનું હોય છે. ત્યારે હાલ પીએમજીકેએવાયનું વિતરણ જેમ-તેમ કરીને પુરું કરવામાં આવ્યું છે. પરંતુ તહેવારમાં જો આવી જ પરિસ્થિતિ રહી તો 10 દિવસમાં વિતરણ પુરું કરવું લગભગ અસંભવ છે. ત્યારે જો વિતરણ કાર્ય પુરું ન થાય તો ગોડાઉન મેનેજરની કોઇ જવાબદારી રહેશે નહીં. તેમ કહીને હાથ ઉંચા કરી દીધા છે. આ પરિસ્થિતિમાં કફોડી હાલતમાં મુકાઇ ગયેલા સસ્તા અનાજના દુકાનદારો રજૂઆત માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ દોડી ગયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular