Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયટ્વીટર ઇન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની અમેરિકામાં બદલી કરાઈ

ટ્વીટર ઇન્ડિયાના હેડ મનીષ મહેશ્વરીની અમેરિકામાં બદલી કરાઈ

- Advertisement -

ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ મહેશ્વરી વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઇન્ડિયાના વડા મનીષ મહેશ્વરીની અમેરીકાના સાનફ્રાન્સિસ્કોમાં નવી નિમણૂંક કરાઈ છે. ત્યાં તેમને કંપનીના રેવન્યુ સ્ટ્રેટજી અને ઓપરેશન વિભાગમાં સીનિયર ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે મનીષ મહેશ્વરીનું નામ ઘણું ચર્ચામાં હતું. મનીષ મહેશ્વરી એપ્રિલ 2019 માં ટ્વિટર સાથે જોડાયા, તેઓ લગભગ અઢી વર્ષથી ટ્વિટરમાં કામ કરી રહ્યા છે. મનીષ મહેશ્વરી નેટવર્ક 18 છોડી એપ્રિલ 2019 માં ટ્વિટર ઇન્ડિયા સાથે જોડાયા હતા.

Twitterના જાપાન અને એશિયા પેસેફિક વિસ્તારના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું કે મનીશ મહેશ્વરી હજુ પણ કંપની સાથે જોડાયેલા રહ્યા છે. તેમને હવે એક નવી ભૂમિકા નિભાવવા માટે અમેરિકાના સાનફ્રાન્સિસ્કો મોકલવામાં આવ્યા છે. તે ત્યાં કંપનીમાં સીનિયર ડાયરેક્ટરની જવાબદારી નિભાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular