ભાલાફેંકની સ્પર્ધામાં નીરજ ચોપરાએ આજે ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો અને એથ્લેટિક્સમાં ભારતના 121ની પ્રતીક્ષાનો અંત આવ્યો. આજ સુધી કોઇ ભારતીય આ ઇવેન્ટ્સમાં મેડલ જીતી શક્યો નથી. બ્રિટિશ ભારત તરફથી રમતા નોર્મન પ્રિટચાર્ડે વર્ષ 1900ના ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં બે મેડલ જીત્યા હતા. પરંતુ તેઓ અંગ્રેજ હતા. ભારતને નીરજ ચોપરાએ ટોક્યોમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારતને 121 વર્ષ બાદ ભાલાફેંકમાં મેડલ મળ્યો છે. અને ઓલિમ્પિકમાં 13 વર્ષ બાદ ગોલ્ડ મેડલ મળ્યો છે. નીરજ ચોપરાએ કરેલ આ અદ્ભુત પ્રદર્શનની આખો દેશ ખુશી મનાવી રહ્યો છે. 23 વર્ષના નીરજે ક્વોલિફિકેશન રાઉન્ડમાં શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. તેનો થ્રો 87.58 મીટર હતો.
આજે ભારતને બે મેડલ મળ્યા છે. કુસ્તીમાં બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યા પછી નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અંતે ઉલ્લેખનીય છે કે આજે ટોક્યો ઓલિમ્પિકનો 15મો દિવસ છે. અત્યાર સુધી ભારતને 1 ગોલ્ડ, 1સિલ્વર અને 4 બ્રોન્ઝ મળ્યા છે.
રાષ્ટ્રગીતથી ગુંજી ઉઠ્યું ઓલિમ્પિક સ્ટેડીયમ