દ્વારકા નજીક દરિયાકિનારેથી આશરે 35 વર્ષના યુવાનનો મૃતદેહ નિવસ્ત્ર હાલતમાં મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તથા આત્મહત્યા કે હત્યા ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકામાં સામા કાંઠે પંચકુઈ નજીક દરિયાકિનારેથી આજે સવારે એક યુવાનનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને મૃતદેહ કોઇ ગુમ થયેલ યુવાનનો છે કે કેમ ? તે અંગે તપાસ આરંભી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી મોતનું કારણ જાણવા તજવીજ શરૂ કરી હતી.જો કે, પોલીસના પ્રાથમિક તારણમાં દરિયાના પાણીમાં તણાઈને આવેલા યુવાનનો મૃતદેહ આપઘાત હોવાની આશંકાએ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
દ્વારકાના દરિયાકિનારેથી યુવાનનો કોહવાઇ ગયેલો મૃતદેહ સાંપડયો
પીએમ માટે મોકલી ઓળખ મેળવવા અને મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ