પાકિસ્તાનમાં ફરી એક વખત મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. પંજાબ પ્રાંતના સાદીકાબાદ જીલ્લામાં આવેલ એક ગામમાં ગણપતી મંદિરમાં બુધવારના રોજ તોડફાડ કરવામાં આવી હતી. અને મૂર્તિઓને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. જેનો વિડીઓ સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કટ્ટરપંથીઓની ભીડ મંદિરમાં તોડફોડ કરતી જોવા મળી રહી છે.
વાયરલ વિડીઓમાં જોઈ શકાય છે કે પંજાબના ભોંગ શહેરમાં આવેલા ગણેશ મંદિરમાં અચાનક અનેક લોકો મંદિરમાં લાકડીઓ સાથે ઘુસી જાય છે અને મંદિરમાં રહેલ તમામ મૂર્તિઓને નુકશાન પહોચાડે છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને યુવા હિન્દુ પંચાયત પાકિસ્તાનના સંરક્ષક જય કુમાર ધીરાનીએ ટ્વીટ કરી આ ઘટનાની નિંદા કરી છે. અને તેઓએ જણાવ્યું છે કે જિલ્લામાં ભોંગ શરીફમાં મંદિર પર થયેલા હુમલાની નિંદા કરુ છું. આ હુમલો પાકિસ્તાન વિરુષ ષડ્યંત્ર છે. અને દોષિતોને સજા આપવામાં આવશે.