રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારની 5 વર્ષની વિકાસયાત્રાની ગાથાની પ્રતીતિ જન-જન સુધી પહોંચે તેવા શુભ આશયથી સિક્કા ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને મફત અન્ન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને ગીતાબા જાડેજા (પ્રમુખ ધ્રોલ તાલુકા પંચાયત) મુખ્ય આમંત્રિત અતિથિ કે કે કરમટા (મામલતદાર જામનગર ગ્રામ્ય)અતિથિ સ્થાને રાજેન્દ્રસિંહ જાડેજા (જાબિડા), પ્રદેશ મહિલા મોરચાના કારોબારી સભ્ય કવિતાબેન યાદવ, સિક્કા શહેર ભાજપ પ્રમુખ દેવુભાઈ ગઢવી, મહામંત્રી પ્રકાશ વ્યાસ, પ્રદિપસિંહ જાડેજા તથા સંગઠન, મોરચાના હોદેદારો નગર પાલિકાના સદસ્યો, કાર્યકર્તાઓ, લાભાર્થીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્યના મામલતદાર કે કે કરમટા તથા ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ગિતાબા જાડેજા દ્વારા મફત અન્નની કીટનું વિતરણ કરવામાં આપ્યું હતું.