ટોક્યો ઓલિમ્પિકમાં દેશની દીકરીઓ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે આજે રોજ ભારતીય મહિલા હોકી ટીમ બપોરે 3:30 વાગ્યે આર્જેન્ટીના સામે સેમી-ફાઈનલમાં ઉતરશે. જો દેશની હોકી ટીમ જીતી જશે તો સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા તેમની કંપની તરફથી ભેટમાં કાર કે ઘર આપશે.
સવજી ધોળકિયાએ ટ્વીટમાં મારફતે કહ્યું છે કે મને આ જાહેરાત કરતી વખતે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે, જો તેઓ ફાઈનલ મેચ જીતી જશે તો હરિ કૃષ્ણા ગ્રુપ જેને નાણાકીય સહાયની ખૂબ જરૂર છે તે મહિલા હોકી પ્લેયર્સને 11 લાખ રૂપિયાનું ઘર કે પછી એક નવી કાર આપશે. આપણી દીકરીઓ ટોક્યો ઓલમ્પિકમાં દરેક પગલે ઈતિહાસ રચી રહી છે. હરી કૃષ્ણા ગ્રુપે એવો નિર્ણય પણ લીધો છે કે, જો ટીમ મેડલ લઈને આવશે તો જેમના પાસે ઘર છે તેમને 5 લાખની કાર ભેટમાં આપવામાં આવશે.
અંતે ઉલ્લેખનીય છે કે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં 1સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મળી ચુક્યા છે. મીરાબાઈ ચાનું, પીવીસિંધુ અને લવલીનાએ શાનદાર પ્રદર્શન કર્યું છે.