કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટમાં અને ઓકટોબરમાં તે પીક ઉપર હોવાની આગાહીના પગલે નિષ્ણાંત તબીબોએ કોરોના સામે હજી સચેત રહેવાની સલાહ આપી છે. જેમાં ખાસ કરીને આવી રહેલા શ્રાવણ માસ અને તહેવારોમાં કોરોના એપ્રોપ્રીયેટ વિહેવીયર નહી રાખો તો શહેરીજનોએ તેના દુષ્પરિણામો જોવા મળી શકે છે તેવી ચેતવણી પણ આપી છે. દેશના કેરળ સહિતના રાજયોમાં ફરીથી કોરોનાએ માથુ ઉંચકયુ છે. તેવા સંજોગો દેશના નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની કરેલી આગાહી ચિંતા ઉપજાવનારી છે. તેમા મ્યુટેશન વધુ પ્રમાણમાં આવતુ હોય છે. આ મ્યુટેશનના લીધે કોરોના વેરીઅન્ટમાં ડેલ્ટા પ્લસ, કપ્પા અને લેમડા જોવા મળ્યા છે. પરંતુ તેની હાલમાં કોઇ ઘાતક અસર જોવા મળી નથી.
પરંતુ બદલાયેલા વાતાવરણના લીધે આ વેરીઅન્ટ ઝડપથી ફેલાઇ અને તેની અસર સામે સજાગ રહેવાનું નિષ્ણાંત તબીબોએ જણાવ્યુ છે. હાલમાં રાજયમાં કોરોનાને લીધે લાદવામાં આવેલા પ્રતિબંધોમાં છુટછાટ અપાઇ રહી છે તેવા સંજોગોમાંજ ત્રીજા વેવની આગાહી તંત્ર માટે પણ પડકાર રૂપ બની શકે છે. જેમાં ખાસ કરીને આવી રહેલો શ્રાવણ મહિનો અને તહેવારનો લીધે ભીડ ઉભી થવાના સંજોગો વધી ગયા છે. આ સંજોગોમાં જો કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવીયર રાખવામાં નહી આવે તો તેના લીધે ભારે નુકશાન થઇ શકે છે. તેવી ચેતવણી નિષ્ણાંતોએ આપી છે. આ માટે વેકિસનેશન અને કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવીયર કોરોનાને નાથવાના પાયાના મુદ્દા રહેશે. આ ઉપરાંત પ્રવાસનના શોખીન ગુજરાતીઓએ પ્રવાસ પર્યટનથી દુર રહેવુ હિતાવહ રહેશે તેવી સલાહ નિષ્ણં:મતો આપી રહ્યા છે.
ચોમાસાની ઋતુ \માં સામાન્ય રીતે પાણીજન્ય રોગ વધુ ફેલાઇ છે. કમળો ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવા રોગ જે વ્યકિતને લાગુ પડે છે. તે વ્યકિતમાં ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શકિત)ઓછી હોય છે. તેવા સંજોગોમાં જ વ્યકિત કોરોના સંક્રમિત થાય તો તેની આરોગ્ય ઉપર ખુબ ગંભીર અસર પડે છે. આવા વ્યકિતની સારવારમાં અનેક મુશ્કેલીઓ પડી શકે છે. કયારે કે આવા દર્દીના જીવ સામે ખતરો ઉભો થઇ શકે છે.