Monday, December 23, 2024
Homeરાજ્યધ્રોલ તાલુકાના લતીપુરમાં યુવાનની નિર્મમ હત્યાથી અરેરાટી

ધ્રોલ તાલુકાના લતીપુરમાં યુવાનની નિર્મમ હત્યાથી અરેરાટી

જામનગર અને દ્વારકામાં એક માસ દરમિયાન હત્યાનો પાંચમો બનાવ : યુવાનની ઓળખ મેળવી હત્યાની વિગતો એકઠી કરવા પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આજે સવારના સમયે યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા જીંકી કરપીણ હત્યાના બનાવમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એક માસથી હત્યા અને હત્યાના પ્રયાસોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલારમાં વધુ એક હત્યાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં આજે સવારના સમયે ઘનજીભાઇ જોગલ (ઉ.વ.45) નામના યુવાન ઉપર કોઇ અજાણ્યા શખ્સોએ આંતરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકતા યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને થોડા જ સમયમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. હત્યા નિપજાવ્યા બાદ હુમલાખોરો નાસી ગયા હતા. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા અને કોણે યુવાનની કયાં કારણોસર હત્યા નિપજાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ઉલ્લેખનિય બાબત એ છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લાં એક માસ દરમિયાન હત્યાના ચાર બનાવ બન્યા છે. જેમાં ધ્રોલ તાલુકાના ખંભાલીડા ગામમાં માતાએ ત્રણ સંતાનોની હત્યા નિપજાવી હતી. બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ ગામમાં સર્ગભાની લૂંટના ઇરાદે હત્યા થઇ હતી તથા ત્રીજો બનાવ, દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાં પતિએ પત્નીનું ઢીમઢાળી દિધું હતું. ચોથો બનાવ, જામજોધપુર તાલુકાના ભરડકી ગામમાં નજીવી બાબતે આધેડની પિતા પુત્ર દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular