જમ્મૂ-કાશ્મીરના કઠુંઆ વિસ્તારમાં આજે સવારના સમયે ભારતીય સેનાનું એક હેલીકોપ્ટર ક્રેશ થયું છે. કઠુઆમાં આવેલ રણજીતસાગર ડેમ પાસે હેલીકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના બાદ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
મળતી માહિતી અનુસાર સવારે લગભગ 10.20 વાગે ભારતીય સેનાનુ હેલિકોપ્ટર 254 આર્મી AVN સ્કવાડ્રને મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર ડેમ વિસ્તાર નજીક ઓછી ઉંચાઈનો રાઉન્ડ લઈ રહ્યા હતા. અને તે બાદ પ્લેન ડેમમાં ક્રેશ થઇ ગયું. આ ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. અને રેસ્ક્યુ મિશન જારી છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા તે અંગે હજુ કોઈ જાણકારી આવી નથી.