ચાલુ નાણાકીય વર્ષમાં ઈનિશિયલ પબ્લિક ઓફર્સના રોકાણોમાં જબરદસ્ત ઉછાળ જોવા મળ્યો હતો. એપ્રિલથી જુલાઈ સુધીના માત્ર 4 મહિનામાં 12 કંપનીઓના આઇપીઓ દ્વારા 27,000 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે. માર્ચ 2022 સુધીમાં હજી બીજી 40 કંપનીઓના આઇપીઓ આવશે જે બીજા 70,000 કરોડ રૂપિયા ઊઘરાવી લેશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જબરદસ્ત ઉઘરાણું કરવામાં શેરબજારની ઊંચી કિંમતોએ કંપનીઓ માટે ભંડોળ ઊભું કરવાનો માર્ગ સરળ બનાવી આપ્યો હતો.
2020-21ના નાણાકીય વર્ષમાં 30 કંપનીના આઇપીઓ બજારમાં મુકાયા હતા તેમાં ફક્ત 30,277 કરોડ રૂપિયાનું જ ભંડોળ સર્જી શકાયું હતું. તે અગાઉ 2019-20ના નાણાકીય વર્ષમાં 13 કંપનીઓએ આઇપીઓ મૂક્યા હતા તેમાં 20,352 કરોડ રૂપિયાનું ભંડોળ મળી શક્યું હતું. તેના પ્રમાણમાં આ વર્ષે રોકાણકારો ઉત્સાહના મૂડમાં જણાઈ રહ્યા છે.
ટેકનોલોજી, સ્પેશિયાલિટી રસાયણો, ડેરી, ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રની કંપનીઓ IPO ના મેદાનમાં આવતાં આઇપીઓ માર્કેટને ઊંડાણ પ્રાપ્ત થયું છે. સંખ્યાબંધ ટેક સ્ટાર્ટ-અપ્સ પણ ભંડોળ ઊભું કરવા માટે આઇપીઓનો રૃટ પકડી રહ્યા છે. તે શેરબજાર અને ઉદ્યોગો બંને માટે બેસ્ટ હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે.
આગામી એપ્રિલ મહિનામાંં ભારતની સૌથી મોટી અને મજબૂત વીમા કંપની એલઆઇસી નો નવો આઇપીઓઆવી રહ્યો છે ત્યારે ઈકોનોમિક અફેર્સ વિભાગે એક નોટિફિકેશન દ્વારા સરકારનો નિર્ણય જાહેર કર્યો હતો. નિર્ણય અનુસાર લિસ્ટેડ સરકારી કંપનીઓમાં મિનિમમ પબ્લિક હોલ્ડિંગનો નિયમ રદ થવાનો છે. રિટેલ રોકાણકારો માટે આ નિયમ રદ થવાથી મોટો ઝાટકો લાગશે. નિયમ અનુસાર એલઆઇસીમાં જે શેર વેચાય છે તે રિટેલ રોકાણકારની કેટેગરીમાં જ આવે છે. ભલે રોકાણ કરનાર કોઈ કંપની હોય. અત્યાર સુધીના નિયમઅનુસાર પણ LIC એલઆઇસી શરૂઆતમાં માત્ર 10 ટકા શેર જ વેચી શકે છે. જેથી બજારનો મૂડ સમજી શકાય. એ પછી જ બાકીનો ભાગ વેચી શકાય છે જેથી સરકાર વધુમાં વધુ ભાવ મેળવી શકે. આ નિયમ રદ થવાથી હવે જનતા એલઆઇસી માં કોઈ રોકાણ કરી શકશે નહીં. અત્યાર સુધીના નિયમો અનુસાર ઓછામાં ઓછા 25 ટકા શેર જનતા પાસે હોવા જરૂરી હતા.