Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જામનગરમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર છાત્રોને એજ્યુકેશન કિટ વિતરણ

- Advertisement -

સમગ્ર રાજ્યમાં 1 ઓગસ્ટથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના સુશાનના પાંચ વર્ષની ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તા. 1 થી 9 ઓગસ્ટ સુધી શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગરમાં બીજા દિવસે 2 ઓગસ્ટના રોજ સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં ટાઉનહોલ ઉપરાંત જિલ્લામાં ધુતારપર, મોટા ગરેડીયા, સિદસર, સિક્કા, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ તથા તાલુકા નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે કોવિડમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને એજ્યુકેશન કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં ટાઉનહોલ ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પ્રમુખ ધનસુખભાઇ ભંડેરી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં સરકારી સેવાઓનું જામનગરવાસીઓને લાભ મળે તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. જુદી જુદી સેવાઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતાં. જેથી લોકોને એક જ સ્થળેથી સરકારી યોજનાઓનો લાભ મળી શકે અને સરકારી ઓળખકાર્ડ સહિતની કામગીરી પૂર્ણ કરી શકે. આ કાર્યક્રમમાં જામનગરના જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા સહિત ભાજપના કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular