જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે વાદળ ફાટવાથી 5લોકોના મૃત્યુ થયા છે. 40થી વધુ લોકો લાપતા છે. ત્યારે આજે સાંજના સમયે અમરનાથની ગુફા પાસે વાદળ ફાટ્યું હતું. પરંતુ ગુફામાં કોઈ યાત્રિકો ન હોવાથી જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.
અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા તારાજી સર્જાઈ છે. જેના પરિણામે લોકોને સિંધુ નદીથી દુર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. અહીંના પોલીસ ઓફિસરે જણાવ્યું છે કે પવિત્ર ગુફા અમરનાથ પર અવિરત વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાને ધ્યાનમાં રાખીને, ગુંડ અને કંગનના વિસ્તારના લોકોને સિંધ નદીથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી છે. વાદળ ફાટવાથી અચાનકજ નદીના જળસ્તરમાં વધારો થયો છે. NDRFની 3 ટીમ ઘટના સ્થળે પહોચી છે.